:: તા..૧૭.૦૨.૨૦૨૫ ::
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
૩/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
૪/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૫/- જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
તા..૨૫.૦૨.૨૦૨૫ ::
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત
તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૨/- નીચે જણાવેલ અ.નં. ૧ અને ૨ મુજબના ઉમેદવારોનો માજીસૈનિક કેટેગીરીમાં સમાવેશ થતા શારીરિક કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉતીર્ણ થયેલ તથા અ.નં.૩ મુજબના ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો આ પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે સિવાય તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ જાહેર કરેલ શારીરિક કસોટીના પરીણામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નથી જે તમામે ધ્યાને લેવુ. સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
See results :- CLICk HERE
Post a Comment
0 Comments