ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.
અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં.
નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સુચનાઓ નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવશે જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને ઉમેદવારના હિતમાં છે.
કક્ષાનું નામ - હેલ્પર
ફીકસ પગાર - પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /-
કુલ જગ્યાઓ – ૧૬૫૮
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૦૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વિકારવાનો સમયગાળો:- તા. ૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૦૧/૨૦૨૫ (૨૩:૫૯
કલાક સુધી)
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત
સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી. (નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/જી.સી.વી.ટી.(ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ.
૧૦૦ ગુણ
સીધી ભરતીની પ્રક્રીયા માટે નિયત કરેલ વેઇટેજ ગુણ :
શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજ ગુણ
૭૦ ગુણ
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઈટેજ.
(લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર)
૫૫ ગુણ
અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેઈટેજ
(અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર)
૧૫ ગુણ
O.M.R પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેઇટેજ ગુણ
૩૦ ગુણ
કુલ
૧૦૦ ગુણ
1 ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવાની રહેશે, જેમાં પાછળથી ફેરફારને કોઇ અવકાશ રહેશે નહી.
Online apply :- CLICk HERE
Offical website :- CLICK HERE
Post a Comment
0 Comments