Type Here to Get Search Results !

Gujarat staff nurse bharti 2024

કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ, ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-૩ની ૧૯૦૩ ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઇ ભરવાની થતી હોઇ, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતાં ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ તા.૦૫/૧૦/૨૦૨૪ (૧૪.૦૦ કલાક) થી તા.૦૩/૧૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધી વેબસાઇટ https://ojas.gujarat.gov.in ने www.gujhealth.gujarat.gov.in ७५२ મુકવામાં આવેલ વિગતવાર જાહેરાતની સુચનાઓ મુજબ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. 

Gujarat staff nurse bharti 2024 Total Vacancy

ભરવાપાત્ર જગ્યાના સંદર્ભે અનામતની ટકાવારી મુજબ જાતિવાર ભરવાની થતી જગ્યાઓ

કુલ  1903 

Sc 92

ST 189

OBC 510

EWS 192

PH 210

GEN 920

Gujarat staff nurse bharti 2024 Education qualification 

શૈક્ષણિક લાયકાત:

(૧) ઇન્ડીયન નસીંગ કાઉન્સીલ / ગુજરાત નસીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નર્સીગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા ઇન્ડીયન નસીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માથી મેળવેલ જનરલ નર્સીગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં અથવા

(૨) ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દશો વ્યા મુજબની બીએસસી (નસીંગ) અથવા જીએન એમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી જે તે કચેરીનું "ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે

(3) અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનું કાયમી અને સમયાતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી

(૩) ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

Gujarat staff nurse bharti 2024 salary 

પગાર ધોરણ:-

નાણાં વિભાગનાં ५८.१८/०२/२००९, ८८.२४/०८/२०१०, १८.०५/१०/२०११, તા.૨૦/૧૦/૨૦૧૪, તા. ૨૦/૧૦/૨૦૧૫ અને તા.૧૮/૧૦/૨૦૨૩ના ઠરાવ અને સામાન્ય વહિવટ વિભાગનાં તા.૦૪/૦૬/૨૦૦૯, તા.૨૩/૧૦/૨૦૧૫ અને તા.૧૮/૦૧/૨૦૧૭નાં ઠરાવની જોગવાઇઓ અને નાણાવિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવની જોગવાઇઓને આધીન જે બોલીઓ / શરતો / નિયમો નક્કી કરેલ છે તે તેમજ હવે પછી વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે બોલીઓ / શરતો / નિયમો ઉમેદવારને બંધનકર્તા રહેશે. જે જોગવાઇઓને આધિન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફનર્સ વર્ગ-૩ને રૂ. ૪૦,૮૦૦/- ના માસિક ફિકસ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણુંક ખાપવામાં આવશે. તે સિવાય અન્ય કોઇ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહિં, ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ પુરી થયેથી તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે. મેટ્રીક્સ લેવલ-૫ પગાર ધોરણ રૂ.૨૯૨૦૦-૯૨૩૦૦/- અથવા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતાં જે તે પગારધોરણમાં નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે.

How To Apply Gujarat staff nurse bharti 2024 

ચરજી કરવાની રીત:-

આ જાહેરાતના સંદર્ભમાં સમિતિ ધ્વારા http://ojas.gujarat.gov.in વેબસાઇટ મારકત કરેલ ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તા. ૦૫/૧૦/૨૦૨૪ (૧૪.૦૦ કલાક) થી તા.૦૩/૧૧/૨૦૨૪(સમય રાત્રીન ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ http://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે. એક ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર બિનઅનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અને ફી ભર્યા સાથેની તેમજ અનામત ઉમેદવારના કિસ્સામાં સૌગ્રી છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ "રદ" થશે.

Gujarat staff nurse bharti 2024 age limit

વય મર્યાદા:-

અરજી કરવાની છેલ્લી તારીખ-૦૩/૧૧/૨૦૨૪ના રોજ ઉમેદવારની વય ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છુટછાટ સાથે કોઇ પણ સંજોગોમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.

Gujarat staff nurse bharti 2024 selection process 

પસંદગી પ્રકીયા:-

પરીક્ષા O.M.R. (Optical Mark Reader) પધ્ધતિથી લેવામાં આવશે. જેમાં નર્સીગ વિષયના ૧૦૦ પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના ૧૦૦ પ્રશ્નો MCQ (Multiple choice question) દ્વારા પુછવામાં આવશે.

પેપર-૧ નર્સીગ વિષયનું રહેશે જેમાં ફન્ડામેન્ટલ ઓફ નર્સીગ-૨૦ ગુણ, મેડીકલ સર્જીકલ નર્સીગ-૨૦ ગુણ, મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીગ-૨૦ ગુણ, મેન્ટલ હેલ્થ અને સાયક્યાટ્રીક નસીંગ-૨૦ ગુણ કોમ્યુનીટી હેલ્થ નસીંગ-૨૦ ગુણ આમ કુલ ૧૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્નનો ૧ ગુણ રહેશે. આમ, કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા નિર્ધારીત કરેલ સીલેબસ મુજબનો રહેશે.

પેપર-૨ ગુજરાતી ભાષાના પેપર માટે પુછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ-૧૨ હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં. જેમાં ભાષા (Language)-૩૦ ગુણ, વ્યાકરણ (Grammar)-૪૦ ગુણ અને સાહીત્ય (Literature)-30 ગુણ આમ કુલ-૧૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્ન નો ૧ ગુણ રહેશે. આમ, કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે.

દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે ૦.૨૫ ગુણ બાદ કરવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સીગ વિષયને લગતી પરીક્ષા પેપર-(૧) ૧૦૦ ગુણની રહેશે જેમાં ઉત્તીર્ણ થવા માટે ૪૦ ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા માટેનો સમય ર(બે) કલાકનો રહેશે. પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર-(૨) ૧૦૦ ગુણની રહેશે. જેમાં ઉત્તીર્ણ થવા માટે ૩૫ ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા ફકત ગુજરાતી ભાષામાં આપી શકાશે.

બન્ને પરીક્ષામાં પાસ થવુ જરૂરી છે, પરંતુ નસીંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંન્ને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે.

Gujarat staff nurse bharti 2024 Exam Fees

પરીક્ષા ફી.

(૧) "General" કેટેગરી Select કરનાર ઉમેદવારો માટે અરજી ફી. રૂ. ૩૦૦/- પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઇન ફી ભરવાના કિસ્સામાં રૂ. ૩૦૦ ચાર્જ) ભરવાનો રહેશે તેમજ ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોઇ ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે અનુસુચિત જાતિ, અનુસુચિત જન.જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી/ચાર્જ ભરવાનો રહેશે નહી.



Gujarat Staff Nurse Vacancy 2024 Important Link 

Click here for More Details ...
Advt.NoCOH/202425/1
PostStaff Nurse Class - III Commissioner of Health, Medical and Medical Education (Medical Services)
Class3
DepartmentHEALTH and FAMILY WELFARE DEPARTMENT
Description / DutiesStaff Nurse Class - III Commissioner of Health, Medical and Medical Education (Medical Services)
PayScale40,800 Fix Pay
Probation5 Years
Age20-40 Years Max. Not Exceed 45 Years
PH Description40-70% (A) OA, OL, CP, LC, Dw, AAV (B) SLD (C) MD Involving (A) & (B)
Essential/Desirable QualificaitonNA
Experience(If any) DescriptionNA
Any Other ConditionsNA
જાહેરાત ક્રમાંક: COH/202425/1 સ્ટાફનર્સ વર્ગ-૩ ની સીધી ભરતી (કમિશનરશ્રી, આ.,ત.સે. અને ત.શિ.(ત.વિ.)) - Commissioner Health, Medical Services and Medical Education :- CLICK HERE





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.