Type Here to Get Search Results !

PRET exam full Details | CET exam full Details | Gujarat PRET exam information 2023

Gujarat government is going to conduct a Common Entrust Test for various competitive exams which is named as PRET( pre recruitment eligibility test) and CET(common entrance test) , what will be the exam pattern of this test, how will this test be conducted, how many will be the passing marks, what will be its education qualification, all the things are given in this article. If yes then you need to know about this new law which has been introduced by Gujarat government and you have to take the exam PRET and CET which complete information is given in this article.

PRET and cet full information 

વર્તમાન માં ગુજરાત સરકાર દ્વારા જે વર્ગ-૩ ની કોમન પરીક્ષા લેવાની વાત ચાલી રહી છે એ પદ્ધતિ નો સૌપ્રથમ ઉલ્લેખ ૨૦૧૪ માં પ્રિટ(PRET)ના નામ થી થયો હતો અને ત્યારબાદ થોડા સુધારા અને વધારા સાથે માર્ચ 2017 માં આનો અધિકારીત રીતે પરિપત્ર પણ કરવામાં આવેલ હતો પરંતુ તેનો અમલ ન થઈ શક્યો.ફરી અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

What is the new PRET exam methods?

PRET full form

Pret full form is pre recruitment eligibility test 

પ્રિ રિકૃટમેન્ટ એલીજીબિલીટી ટેસ્ટ

અથવા 

CET full form 

Cet full is Common entrance test

પહેલાં ફેઝ માં સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઇચ્છુક તમામ ઉમેદવારો ની "એક કોમન ટેસ્ટ" લેવામાં આવશે.

PRET exam Qualification 

આ "પહેલાં તબક્કાની પરીક્ષામાં મીનીમમ કટ ઓફ માર્કસ" રાખવામાં આવશે.

(જે રીતે મારી પાસે માહિતી છે તે પ્રમાણે ૪૦ માર્કસ રાખવામાં આવી શકે છે. ૧૦૦ માંથી ઓછામાં ઓછાં ૪૦ માર્કસ ફરજિયાત લાવવાના)

શૈક્ષણિક લાયકાત ૧૨ પાસ રાખવામાં આવી શકે.

જે પણ ઉમેદવાર ને પ્રથમ તબક્કાની સ્ક્રીનીંગ કસોટી માં ૪૦+ માર્કસ આવે તે તમામ ઉમેદવાર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ પરીક્ષાઓ ના ફોર્મ ભરી શકશે.

ત્યારબાદ બીજા તબ્બકાની પરીક્ષા માટે ફોર્મ ભરતી વખતે તેને તે માહિતી પણ આપવાની રહશે કે પહેલાં તબક્કાની પરીક્ષા માં કેટલા માર્કસ આવેલ. જો ૪૦+ હસે તો જ એનું ફોર્મ સ્વીકાર્ય રહશે નહીં તો નહીં. ખોટી માહિતી ભરનાર ઉપર કાયદાકીય પગલાં લેવાની જોગવાઈ પણ કરવામાં આવી શકે.

PRET passing marks 

પ્રાથમિક કસોટી માં ૪૦+ જેને પણ માર્કસ હસે તે તમામ જે વર્ગ ૩ ની પરીક્ષા માટે કવોલીફાય ગણાશે.. વર્ગ ૩ ની પરીક્ષા એટલે જેમ કે ક્લાર્ક હોઈ,તલાટી હોઈ,પોલીસ હોઈ..... કે અન્ય, ઇચ્છુક ઉમેદવાર તેમાં તે પોતાના મનપસંદ કેડરની ઉમેદવારી નોંધાઈ ને પરીક્ષા આપી શકશે.

PRET validity 

PRET/CET ની વેલીડિટી 2 વર્ષ સુધી રહી શકે છે.(સુધારો વધારો થઈ શકે છે.)

PRET exam details 

એટલે કે જે પણ ઉમેદવાર પ્રથમ તબ્બકાની (PRET) પાસ કરશે તે "ઉમેદવાર ૨ વર્ષ સુધી વર્ગ ૩ ની અલગ અલગ વિભાગ દ્વારા બહાર પાડતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે."


આ પદ્ધતિ ના ફાયદા

સરકારી તંત્રનું વહીવટી ભારણ ઘટી શકે.

વિદ્યાર્થી અને સરકાર બનેનો આર્થિક બોજો ઘટી શકે.

સારા વૈચારિક બૌદ્ધિક ઉમેદવારો પણ મળશે. તુક્કેબાજો નામશેષ થઈ જશે.

સરકાર મશીનરી અને કાર્યભાર ઘટશે.


ઘણા એવા ઉમેદવારો હોઈ છે જે ફોર્મ ભરવા ખાતર ભરતા હોઈ છે.(આશરે ૫૦% કરતા વધારે,(અને બાકીના જે છે એમાંના ૫૦% ની તૈયારી એટલી સારી હોતી પણ નથી.)) જેમાં બેઠક વ્યવસ્થા માટે સરકાર દ્વારા વહીવટી ખર્ચ અને અન્ય મશીનરી પણ કામે લાગતી હોઈ છે. આ PRET કે CET પરીક્ષા ને કારણે પ્રથમ પરીક્ષામાં જ મોટી ચારણી લાગી જશે.

જે ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહેનત કરતો હસે એ તો "પ્રાથમિક પરીક્ષા(PRET કે CET)" પાસ કરી જ લેશે અને બીજા તબક્કા માટે તૈયારી શરૂ કરી દેશે.

પ્રાથમિક તબ્બકો ફકત કવોલિફાઈંગ રાઉન્ડ રહશે.

ગેરરીતિ રોકવા માટે થોડા અંશે (સંપૂર્ણ નહીં) કારગર સાબિત થઈ શકે.


ભય સ્થાન 

પ્રથમ તબ્બકાની પરીક્ષામાં જ જો ગેરરીતિ થાય તો ?

પેપરમાં પ્રશ્નો નું લેવલ ૧૨ સમકક્ષ કાઢવા સમયે તકેદારી જરૂરી.

પ્રથમ તબક્કો માં ઉમેદવાર વધારે હસે એટલે અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓ માં જવું પડશે. જેથી ચોરીનું પ્રમાણ સામે આવી શકે.

જેમાં ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં સિસ્ટેમેટીક   સ્કેમ નો ભય વધારે રહશે.

બીજા તબક્કાની પરીક્ષાનું આયોજન ગાંધીનગર કે અમદાવાદ જેવા શહેરમાં જવાબદાર અધિકારીઓ ની જવાબદારી ફિક્સ કરીને કરવું જોઈએ.


થોડા સૂચનો

ભૂતકાળમાં આ મુદ્દાને લઈને અવારનવાર ચર્ચાઓ અધિકારી લેવલે થઈ હતી.મારું વ્યક્તિગત ઓબઝોરવેશન રહયું છે દરેક બજેટ ની અગાઉ આ પ્રકારની ચર્ચાઓ વેગ પકડે છે. પછી શાંત થઈ જાય છે. આ વખતે આવું ન થાય તો સારું.

નગરપાલિકા નો સમાવેશ કરવામાં આવેલ છે તેમ અર્ધ સરકારી અને સહકારી સંસ્થાનો પણ ખાસ ઉમેરો કરવામાં આવે. આ જ રીતે પરીક્ષાનું આયોજન સહકારી ક્ષેત્રે ખાસ કરવું જોઈ. જેથી કરીને સહકારી ક્ષેત્રે ચાલતો ઓળખાણવાદ પરિવારવાદ ઓછો થાય.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.