Type Here to Get Search Results !

Vhali Dikari yojana 2022 in Gujarat | વ્હાલી દીકરી યોજના | vhali dikari yojana application form

 Vhali Dikari yojana 2022 in Gujarat | વ્હાલી દીકરી યોજના | vhali dikari yojana application form 


ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટિબધ્ધ છે અને આજકટિબધ્ધતાને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા "વ્હાલી દીકરી" યોજના વર્ષ ૨૦૧૯થી શરુ કરવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનનો ઉદ્દેશ દીકરીના કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનો છે,


“વ્હાલી દીકરી" યોજના અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશોને સિધ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા "વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.


(૧) વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે

વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને વધાવવા, દીકરીઓના શિક્ષણને મહત્વ અપાવવા,બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.


(ર) આ વ્હાલી દીકરી યોજનોનો લાભ કેવી રીતે મળશે?

તા.૨/૮/૨૦૧૯ બાદ જન્મેલ દીકરીઑના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.


Vhali dikari yojana eligibility criteria

(3) વ્હાલી દીકરી યોજનાનો કોણે કોણે લાભ મેળવવા પાત્ર છે

તા.૨/૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. . દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ  મળવાપાત્ર રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં બીજી /ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભમળવાપાત્રથશે બાળલગ્ન પ્રતિબંધક અધિનયમ -૨૦૦૬ ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્રથશે. .


Vhali dikari yojana annual income 

આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નીની સયુંકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન.

રૂ. ૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઈએ.આવકમર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવામાં આવે છે.


(૪) વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભમળવાપાત્રરહેશે.



(૫) વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળે છે?

વ્હાલી દીકરી યોજનામાં નીચે મુજબ લાભ મળે છે. પ્રથમ હપ્તો- દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/

મળવાપાત્ર થશે. બીજો હપ્તો- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦/-ની સહાય મળવાપાત્ર થશે.


છેલ્લો હપ્તો- ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળલગ્ન થયેલન હોવા જોઇએ.

માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવામાં આવે છે.



Vhali dikari yojana application form pdf Gujarati

(૬) વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે?

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓની કચેરી (ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસર ની કચેરી જે તાલુકા કક્ષાએ હોય છે), ગ્રામ પંચાયત કે મહિલા અને બાળ અધિકારીની કચેરી (જીલ્લાકક્ષાએ)દ્વારા વિના મૂલ્ય ઉપલબ્ધ થાય છે.


Vhali dikari yojana age limit 

(૭) આ યોજનાનો લાભ લેવામાટે કેટલા સમયમાં અરજી કરવાની રહે છે?

તા.૨/૮/૨૦૧૯ બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમાર્યાદામાં અરજી કરવાની રહે છે.


Vhali dikari yojana required documents list 

(૮) આ યોજનાના લાભ લેવામાટેયા ક્યાં દસ્તાવેજો જોઈશે?

આ યોજનામાટેનીચેના દસ્તાવેજોની જરૂર પડેછે

૧. દીકરીનાજન્મનું પ્રમાણપત્ર ૨. માતા પિતાનુંઆવાકાડે

૩. માતા પિતાના જન્મનું પ્રમાણપત્ર

૪. માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફીસર દ્વારા આપવામાં આવે છે)

૫. દંપતિના તમામ હયાત બાળકોના જન્મના દાખલા

નિયતનમુનામાં સદ્દામ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું

સોગંધનામું


(૯) આ અરજીપત્રકની મંજુરી કોણ આપે છે? અરજીપત્રકની મંજુરી મહિલા અને બાળ અધિકારી દ્વારા આપવામાં આવે છે (મહિલા અને બાળ અધિકારીની કચેરી જીલ્લા કક્ષાએ હોય છે. નિયત નમુનામાં આધારપુરાવા સહિત અરજી કરવાની રહેશે.


(૧૦) આ યોજનાનું અરજીપત્રક કચાં જમા કરવાનું રહેશે?

આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓની કચેરી ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસરની કચેરી જે તાલુકા કક્ષાએ હોય છે), કે જન સેવા કેન્દ્ર ખાતે જમા કરવાની રહે છે.


How can i apply online vhali dikari yojana 

(૧૧) શું આ યોજનાનું અરજીપત્રક ઓનલાઈન ભરી શકાય છે?

 કા,વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક ઓનલાઈન પણ મારી શકાય છે.


(૧૨) આ યોજનાનું અરજીપત્ર મંજુર થયું છે કે નહી તે વિષે કેવી રીતે ખબર પશે


જીલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા અરજીપત્રક નિયમોનુસાર ચકાસવામાં આવે છે અને દિન ૧૫માં અરજદારને તેમની અરજી મંજૂર કે નામંજૂર છે તે ઑનલાઈન જણાવવામાં આવેછે.


(૧૩) વ્હાલી દીકરી યોજનામાં માતાપિતાના લગ્ન બાળ લગ્ન હોય તો શું તેમની દીકરીઓને આયોજનાનોલાભમળીશકેછે?


ના, વ્હાલી દીકરી યોજનામાં માતાપિતાના લગ્ન બાળ લગ્ન હોય તો તેઓની દીકરીઓને આ યોજનાનો લાભમળી શકતોનથી.


(૧૪) વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી (દીકરી ) નું જો ૧૮ વર્ષ કે તે પહેલા મૃત્યુથાય તો શું લાભ ઘરના અન્ય વ્યકિતને મળી શકે?

ના, લાભ ઘરના લોકોને મળી શકતો નથી કેમકે આ યોજનાના લાભાર્થી તરીકે દીકરી પોતે છે. 

(૧૫) શું આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયને મળી શકે છે?

દીકરીનો જન્મ ગુજરાતમાં થયેલો હોવો જોઈએ તેમજ તેના માતાપિતા વીસ વર્ષ કે તેથી વધુ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઈએ તો આ યોજનાનો લાભ લઈશકેછે.


Vhali dikari yojana application form download :- CLICK HERE




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.