પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૨ | Primary-Secondary Scholarship Exam-2022
PSE SSE Scholarship Exam 2022
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠારાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯૪ ૪૦૪૯ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨ (શહેરી/ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૨૨/૦૮/૨૦૨૨ થી તા.૦૬/૦૯/૨૦૨૨_દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
પરીક્ષાનો કાર્યક્રમ
જાહેરનામુ બહાર પાડ્યાની તારીખ
૧૭/૦૮/૨૦૨૨
પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો
,૨૨/૦૮/૨૦૨૨થીતા.૦૬/૦૯/૨૦૨૨
પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો
૨૨/૦૮/૨૦૨૨થી તા.૦૭/૦૯/૨૦૨૨
પરીક્ષા તારીખ
સંભવિત ઓકટોબર માસ
ઉમેદવારની લાયકાત :
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ,લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ
માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ.
અભ્યાસક્રમ:
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીની રહેશે.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.
માધ્યમ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
(૧) ભાષા સામાન્યજ્ઞાન
100 - પ્રશ્નો - 100 ગુણ 90- મિનિટ
(૨) ગણિત-વિજ્ઞાન
100 - પ્રશ્નો - 100 ગુણ 90- મિનિટ
નોંધ::અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે.
પરીક્ષા ફી:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - 40/-
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - 50/-
આવક મર્યાદા:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
ઓનલાઇન અરજી કરવાની રીત:
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯/૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન
www.sebexan.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirmકર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.આ સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે,
» સૌ પ્રથમ www.sebexam org પર જવું, “Apply online'ઉંપરClick કરવું.
*પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)"સામે Apply Now પર Click કરવું,
> Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
Download Notification PDF: Click Here Google Drive Link: Click Here
Apply Online & More Details: Click Here
Post a Comment
0 Comments