Type Here to Get Search Results !

PSI result 2022

 PSI result 2022


મુખ્ય પરીક્ષા

(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્‍યા મુજબ ખાલી જગ્‍યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે.
(પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.

 મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો........
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૬૬.૭૫૮૪૮
EWS૨૬૦.૫૦૧૮૮
SC૨૪૫.૦૦૧૦૦
ST૧૯૫.૦૦૨૭૪
SEBC૨૫૫.૦૦૪૯૭
કુલઃ૧૯૦૭


(B) મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૧૮.૫૦૩૮૨
EWS૨૦૬.૨૫૮૬
SC૨૦૦.૨૫૪૫
ST૧૮૨.૦૦૭૬
SEBC૨૦૯.૨૫૨૨૦
કુલઃ૮૦૯


(C) માજી સૈનિક ઉમેદવાર

કેટેગીરીજે-તે કેટેગીરી કટ ઓફ માર્કસમાજી સૈનિક કટ ઓફ માર્કસકવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
GENERAL૨૬૬.૭૫૨૧૩.૪૦૧૮
EWS૨૬૦.૫૦૨૦૮.૪૦
SC૨૪૫.૦૦૧૯૬.૦૦
ST૧૯૫.૦૦૧૮૦.૦૦
SEBC૨૫૫.૦૦૨૦૪.૦૦૧૧
કુલઃ૩૪


આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે.
 દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો........

ખાસ નોંધઃ

(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ.
(ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે.
(3) ઉમેદવારોની અત્‍યાર સુધી કોઇ ડોકયુમેન્‍ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્‍યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્‍ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે)
(૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.