LRD important notice for ex servicemen 2022
દસ્તાવેજ ચકાસણીની યાદીમાં માજી સૈનિક ઉમેદવારોની પસંદગી બાબત
સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગના તા.૨૨.૦૧.૨૦૧૮ જાહેરનામા ક્રમાંકઃGS/2018-(2)-RES-1085-3433-G2ના ફકરા નં.૭માં માજી સૈનિક ઉમેદવારોને યોગ્યતાનાં ધોરણમાં રાહત આપી Performanceને અસર ના કરે તે રીતે પસંદ કરવા જણાવેલ છે. જે સુચનાઓને ધ્યાને રાખી કેટેગીરીવાઇઝ બિન માજી સૈનિક ઉમેદવારોના કટ-ઓફમાં માજી સૈનિક ઉમેદવારોને ૨૦% વધુ છુટ આપી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે અને તે પ્રમાણે માજી સૈનિક ઉમેદવારોનું કટ-ઓફ નીચે મુજબ રહે છે.
૫ત્રક-૧
માજી સૈનિક ઉમેદવારની કેટેગીરી | સબંધિત કેટેગીરીમાં બિન માજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ | માજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (૨૦% રાહત બાદ) |
---|---|---|
GENERAL | ૮૦.૩૦૦ | ૬૪.૨૪૦ |
EWS | ૭૦.૭૦૫ | ૫૬.૫૬૪ |
SEBC | ૭૪.૬૧૦ | ૫૯.૬૮૮ |
SC | ૭૦.૧૯૫ | ૫૬.૧૫૬ |
ST | ૫૮.૫૮૫ | ૪૬.૮૬૮ |
ઉ૫ર મુજબ કટઓફ ગણી દસ્તાવેજ ચકાસણી માટેની યાદી તૈયાર કરી તા.ર૮.૬.ર૦રર ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જેમાં છેલ્લા ઉમેદવારના કેટેગરી વાઇઝ ગુણ નીચે મુજબ છે.
૫ત્રક-ર
માજી સૈનિક ઉમેદવારની કેટેગીરી | જે તે કેટેગીરીમાં પસંદગી પામેલા છેલ્લા માજી સૈનિક ઉમેદવારના કુલ ગુણ |
---|---|
GENERAL | ૬૫.ર૩૫ |
EWS | ૬૬.૯૦૦ |
SEBC | ૫૯.૮૦૦ |
SC | ૫૬.૮ર૦ |
ST | ૬ર.૧૭૫ |
તા.ર૮.૬.ર૦રર ના રોજ દસ્તાવેજ ચકાસણી યાદી બહાર પાડવામાં આવેલ, જેમાં પુરૂષ, મહિલા તથા માજી સૈનિક ઉમેદવારોના કટઓફ જાહેર કરવામાં આવેલ, તેમાં માજી સૈનિકના કિસ્સામાં બોર્ડ ઘ્વારા નકકી કરવામાં આવેલ કટઓફ (જેના આઘારે તે યાદી બનાવી બહાર પાડવામાં આવેલ) ની જગ્યાએ છેલ્લા ઉમેદવારના ગુણ કટઓફ તરીકે દર્શાવવામાં આવેલ (૫ત્રક-ર), જેની જગ્યાએ ઉ૫ર ૫ત્રક-૧ માં દર્શાવ્યા મુજબનું કટઓફ ઘ્યાને લેવાનું રહેશે.
ઉ૫ર ૫ત્રક-૧ માં દર્શાવ્યા મુજબ કટઓફ નકકી કરી તે મુજબ જ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરી બહાર પાડવામાં આવેલ છે, જેમાં કોઇ ફેરફાર નથી. ૫રંતુ બોર્ડ ઘ્વારા નકકી કરવામાં આવેલ કટઓફની જગ્યાએ ભૂલથી માજી સૈનિકોના કિસ્સામાં છેલ્લા ઉમેદવારના ગુણ કટઓફ તરીકે દર્શાવવામાં આવેલ, જે અંગે ઉમેદવારોને સ્પષ્ટ થાય તે સારું આ સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.
Post a Comment
0 Comments